Skip to main content
Settings Settings for Dark

મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં લખનઉમાં વાઈબ્રન્ટ ગુજરાત રોડ શો યોજાયો

Live TV

X
  • વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત ઉત્તર પ્રદેશના લખનઉમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રોડ શો યોજાયો. લખનઉ રોડ શોમાં ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે વિવિધ સંસ્થાઓના વડાઓ સાથે વન-ટુ-વન મીટિંગો કરી હતી. સભાને સંબોધતા મંત્રી ઋષિકેશ પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું મહત્વ અને વર્ષોથી તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યુ કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સાથે મળીને કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દેશ અને રાજ્યોના વિકાસ માટે સાથે મળીને કામ કરતા રહેશે. 

    છેલ્લા 20 વર્ષમાં ગુજરાતની વિકાસ યાત્રામાં આ સમિટે ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ તેમણે પ્રકાશ પાડતા કહ્યું કે, વાયબ્રન્ટ ગુજરાતની સફળતા તેની વિકાસયાત્રા પરથી પણ સમજી શકાય છે. વર્ષ 2003માં, લગભગ 100 જેટલાં જ સહભાગીઓ અને પ્રતિનિધિઓ આ સમિટ સાથે જોડાયા હતા. તે ખૂબ જ નાની ઘટના હતી અને આજે આ સમિટમાં 42,000 થી વધુ સહભાગીઓ અને પ્રતિનિધિઓ ભાગ લે છે. 2003માં આ સમિટમાં માત્ર થોડા જ દેશોએ ભાગ લીધો હતો અને આજે લગભગ 135 દેશો તેમાં ભાગ લે છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય વેપારની સાથે સાથે કૃષિ અને નાણા ક્ષેત્રનું પણ હબ બન્યું છે. 21મી સદીમાં ગુજરાતે પોતાની ઓળખ ઔદ્યોગિક અને માઇનિંગ ઇકોસિસ્ટમ તરીકે વિકસિત કરી છે.  

    તેમણે ઉમેર્યું કે, અસરકારક નીતિ ઘડતર અને કાર્યક્ષમ પ્રોજેક્ટ અમલીકરણ દ્વારા છેલ્લા બે દાયકામાં રાજ્યએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જેમ કે ગુજરાતના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં રોકાણ જે 20 વર્ષ પહેલાની સરખામણીમાં 9 ગણું વધ્યુ છે. વધુમાં, દેશમાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગોમાં રોકાણમાં ગુજરાતનો હિસ્સો આજે સૌથી વધુ છે. ગુજરાતમાં 30,000થી વધુ ફૂડ પ્રોસેસિંગ યુનિટ ચાલી રહ્યા છે. આ ઉપરાંત, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં, મેડિકલ દવાઓના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 50 ટકાથી વધુ છે અને કાર્ડિયાક ટ્યુબના ઉત્પાદનમાં લગભગ 80 ટકા છે. જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં ગુજરાતની સફળતા અદ્ભુત છે. વિશ્વના પ્રોસેસ્ડ હીરામાંથી 70 ટકાથી વધુ ગુજરાતમાં જોવા મળે છે. ભારતની હીરાની નિકાસમાં ગુજરાતનો ફાળો 80 ટકા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply