મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો
Live TV
-
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર વેગવંતો, 17 નવેમ્બરે 230 વિધાનસભા બેઠક પર મતદાન.
મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર વેગવંતો બન્યો છે. 17 નવેમ્બરે 230 વિધાનસભા બેઠક પર મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશમાં પ્રચાર અભિયાનની કમાન સંભાળશે. પ્રધાનમંત્રી મોદી દામોહ, ગુના અને મુરૈનામાં એમ ત્રણ જગ્યાએ એક બાદ એક ચૂંટણી સભા સંબોધશે. કોંગ્રેસમાં પણ કમલનાથ, દિગ્વિજયસિંહ સહિત દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરી રહ્યાછે. પ્રિયંકા ગાંધી આજે ઉજ્જૈન, દેવાસ અને ઇન્દોર એમ ત્રણ જગ્યાએ રેલીને સંબોધશે. આ ઉપરાંત રાહુલ ગાંધી આજે છત્તીસગઢમાં બે ચૂંટણી સભા સંબોધશે.
રાજસ્થાનમાં ભાજપ તરફથી મહાજનસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવશે. આ દરમિયાન પ્રદેશભરમાં આગામી 3 દિવસો સુધી ભાજપના વિભિન્ન પ્રદેશ પદાધિકારી અને વરિષ્ઠ નેતા અલગ અલગ વિધાનસભાની મુલાકાત લેશે. બીજી તરફ કોંગ્રેસે ગેરંટી યાત્રા શરૂ કરી છે.
