Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશમાં ડૉ. મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લીધા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યા

Live TV

X
  • રાજ્યપાલ મંગુભાઇ પટેલે મુખ્યમંત્રીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા

    મધ્યપ્રદેશમાં ડૉ. મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. રાજ્યપાલ મંગુભાઇ પટેલે મુખ્યમંત્રીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત નાયબ  મુખ્યમંત્રી જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાએ પણ શપથ લીધા હતા. શપથ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ હાજર સૌ કોઇનું હાથ જોડીને અભિવાદન ઝીલ્યું હતું. મહત્વનું છે કે, ભોપાલના લાલ પરેડ ગ્રાઉન્ડમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં પીએમ નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા , રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજો હાજર રહ્યા હતા.

    છત્તીસગઢ મુખ્યમંત્રી શપથ સમારોહ

    છત્તીસગઢમાં પણ આજે નવી સરકારની રચના થશે. ધારાસભ્ય દળની બેઠકમાં ચૂંટાયેલા નેતા વિષ્ણુદેવ સાય આજે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેશે. રાયપુરના પોલીસ ગ્રાઉન્ડ ખાતે શપથ સમારોહ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી ઉપરાંત બે નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ પણ શપથ લેશે. મહત્વનું છે કે, ધારાસભ્ય દળની બેઠકમાં અરુણ સાવ અને વિજય શર્માને ઉપમુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શપથગ્રહણ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા સહિત દિગ્ગજો હાજર રહેશે. જે માટે ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply