મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી સાથે અન્ય રાજ્યોમાં પણ કેટલીક બેઠકો માટે મતદાન
Live TV
-
લોકસભાની 2 અને 17 રાજ્યોની 51 વિધાનસભા બેઠક પર મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ
મહારાષ્ટ્ર અને હરિયાણા સાથે 17 રાજ્યોમાં બે લોકસભા અને અને 51 વિધાનસભાની સીટો પર પેટા ચૂંટણી માટે મતદાન શરુ થઈ ગયું છે. જે બે લોકસભા સીટો પર મતદાન થશે તેમાં બિહારના સમસ્તિપુર અને મહારાષ્ટ્રની સતારા સીટનો સમાવેશ થાય છે. આ સિવાય જે વિધાનસભા માટે મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની 11, ગુજરાતની 6, કેરળ અને બિહારની 5-5, સિક્કિમની 3, પંજાબ અને અસમની 4-4, તમિલનાડુ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશની 2-2, ઓરિસ્સા, તેલંગાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મેઘાલય, પોંડીચેરી અને અરુણાચલ પ્રદેશની 1-1 સીટ પર મતદાન થઇ રહ્યું છે. બધા રાજ્યોમાં મતોની ગણતરી 24 ઓક્ટોબરે યોજાશે.
