હરિયાણાની 90 વિધાનસભા બેઠક માટે મતદાન
Live TV
-
રાજ્યમાં લગભગ 1 કરોડ 80 લાખ મતદારો રાજકીય પાર્ટીઓનું ભાવિ કરશે નક્કી
મહારાષ્ટ્ર સાથે હરિયાણા વિધાનસભા માટે પણ આજે મતદાન શરુ થઈ ગયું છે. રાજ્યમાં સત્તારુઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને ઇન્ડિયન નેશનલ લોકદળ વચ્ચે મુખ્ય મુકાબલો છે. વિધાનસભાની 90 સીટો માટે રાજ્યમાં 1169 ઉમેદવાર મેદાનમાં છે. મુખ્ય ચૂંટણી અધિકારી અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે 1 કરોડ 83 લાખ 90 હજાર 525 મતદાતા આ ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે રાજ્યમાં 19 હજાર પાંચસો 78 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.રાજ્યમાં 75 હજાર સુરક્ષાકર્મી નિમણુક કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા 3000 સંવેદનશીલ અને 100 મતદાન કેન્દ્ર અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે.
