માસિક પૂજા માટે ખૂલ્યા વિશ્વ પ્રસિધ્ધ સબરીમાલા મંદિરના કપાટ
Live TV
-
સુપ્રિમ કોર્ટના આદેશ છતાં મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને દિવસભર થતાં રહ્યાં વિરોધ પ્રદર્શન
કેરળના વિશ્વ પ્રસિધ્ધ સબરીમાલા મંદિરના કપાટ માસિક પૂજા માટે ખૂલી ગયા છે. મહિલા ઉપર પ્રવેશનો પ્રતિબંધ દૂર થયા બાદ સબરીમાલા મંદિરને પહેલી વાર માસિક પૂજા માટે ખોલવામાં આવ્યું હતું. જોકે મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈને દિવસભર વિરોધ પ્રદર્શન થતાં રહ્યાં છે. વહીવટી તંત્રએ કેટલાક વિસ્તારમાં કલમ 144 લાગુ કરી છે. તેમજ કોઈપણ અપ્રિય ઘટનાને અટકાવવા માટે મંદિરની આસપાસના વિસ્તાર સહિત રાજ્યભરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સબરીમાલા કર્મા સમિતિએ રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 સુધી હડતાળનું એલાન કર્યું છે. સમિતિનું કહેવું છે કે હડતાળ શાંતિપૂર્ણ રહેશે, અને તે સુનિશ્ચિત કરાશે કે કોઈ અપ્રિય ઘટના ન બને. અત્રે એ ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે તાજેતરમાં એક ઐતિહાસિક ચુકાદામાં સબરીમાલા મંદિરમાં દરેક ઉમરની મહિલાને પ્રવેશની પરવાનગી આપી હતી.
