રાજધાની દિલ્હીમાં એર ક્વાલિટી ઈન્ડેક્સ 400 અંકની ઉપર પહોંચ્યો
Live TV
-
દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સ્થિત સતત ખરાબ થઈ રહી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર, વાયુ ગુણવત્તા સુચકાંક 400ને પાર નોંધાયો છે. આનંદવિહાર વિસ્તારમાં AQI 448, જહાંગીરપુરીમાં 421, દ્વારકા સેક્ટર 8બીમાં 435 અને આઈકેઆઈ એરપોર્ટની આસપાસ 421 નોંધાયો છે જે ખૂબજ ખરાબ વાયુ ગુણવત્તાની શ્રેણીમાં આવે છે.
ગેસ ચેમ્બરમાં રૂપાંતરીત થયેલી દિલ્હીમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવાની સાથે આંખમાં બળતરા થઈ રહી છે. રાજધાની દિલ્હીમાં આગામી થોડાક દિવસોમાં પ્રદૂષણમાંથી રાહત મળવીની શક્યતા ખૂબજ ઓછી છે.
