Skip to main content
Settings Settings for Dark

રાજ્યની સાથે સાથે રાજસ્થાન,મહારાષ્ટ્રમાં હિટવેવ, 6જૂન પછી બેસશે ચોમાસું 

Live TV

X
  • હાલ રાજ્યમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે. રાજ્યના લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યાં છે. નોંધનીય છે કે, રાજ્યના હવામાન વિભાગ દ્વારા હિટવેવ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે બપોરના સમયે બિન જરૂરી પ્રવાસ ટાળવો અને જો જરૂરી હોય તો સાવચેતી સાથે પ્રવાસ કરવો. 

    હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન સાથે ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે રાષ્ટ્રીય હવામન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, આગામી 6 જૂન સુધી કેરળમાં ચોમાસું પહોંચી જશે. 

    જો કે હાલના સમયે અંદમાન નિકોબાર ટાપુઓ પર , બંગાળની ખાડી સુધી ચોમાસું પહોંચી ગયું છે. હવામાન વિભાગના પ્રમુખ એમ મહાપાત્રાએ જણાવ્યું છે કે, છેલ્લાં ચાર દિવસથી પંજાબ, હરિયાણ, ચંડીગઢ, દિલ્લી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ જેવા રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે.

    આગામી બે દિવસ સુધી લોકોને ગરમીમાંથી રાહત મળવાની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 45.3 ડીગ્રી તાપમાન જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 44.5 ડીગ્રી તાપમાન નોંધાયુ હતુ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply