રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નિવેદન: ભારત મ્યાનમાર સાથેની ભાગીદારીને ટોચની અગ્રતા આપે છે
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે, ભારત મ્યાનમાર સાથેની ભાગીદારીને ટોચની અગ્રતા આપે છે. ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ યુ.વી.મીન્ટને આવકારતા શ્રી કોવિંદે કહ્યું કે, ભારતની પૂર્વના દેશો તરફી નીતિમાં આગળ વધવા માટે મ્યાનમાર એ કેન્દ્ર સ્થાને છે. પાડોશી દેશો સાથેની સહકારની નીતિમાં ભારત – મ્યાનમાર ભાગીદારી એ પ્રમુખ છે. શ્રી કોવિંદે કહ્યું કે, ભારત ઉર્જા, પરિવહન, પ્રવાસન સહિત વિવિધ ક્ષેત્રોમાં મ્યાનમાર સાથેની ભાગીદારીનું વિસ્તરણ થાય તેવું ઈચ્છે છે.
