Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટેરામાં 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'નું ઉદ્ધાટન કર્યું 

Live TV

X
  • સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભુમિ પુજન પણ કર્યું.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'નું ઉદ્દધાટન કર્યુ. સાથે સાથે સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટસ એન્કલેવનું ભુમિ પુજન પણ કર્યું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી રમત ગમત વિભાગ કીરણ રીજ્જુ અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત ગુજરાત ક્રિકેટ એસોશીએશનના હોદેદારો અને BCCIના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ ભારત અને ઇગ્લેંડ વચ્ચેની ડે નાઇટ ટેસ્ટ મેચ રમાશે. ભારત અને ઇગ્લેંડ વચ્ચેની વર્તમાન સિરિઝની આ ત્રીજી ટેસ્ટ હશે. 

    દુનિયાના સૌથી મોટા ક્રિક્રેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ઇંગ્લેંડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ત્રીજી ટેસ્ટ માટે મોટેરા સ્ટેડિયમ સજ્જ થઇ ચુક્યુ છે. પિંક બોલથી ડે-નાઇટ મેચ રમવામાં આવશે. આ સીરીઝ દરમિયાન ઝડપી બોલરોનો દબદબો જોવા મળી શકે છે. મોટેરા સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર દર્શકો મેચ નિહાળી શકે છે. 63 એકરમાં ફેલાયેલું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ છે. મુખ્ય મેદાન પર 11 સેન્ટર  પિચ છે. ક્રિકેટરોની સાથે અમદાવાદવાસીઓ પણ આ મેચ માટે ઉત્સાહી જોવા મળી રહ્યા છે. 

    આ સ્ટેડિયમમાં અગાઉ પણ ઘણા રેકોર્ડ બની ચુક્યા છે 

    મોટેરા સ્ટેડિયમને નવ નિર્મિત કરાયુ છે. ત્યારે આ મેદાનમાં અગાઉ ઘણા નવા રેકોર્ડ બની ચુક્યા છે અને હજુ પણ ઘણા નવા ઇતિહાસના સીમાચિન્હનું સાક્ષી બનશે. અત્યાધુનિક સુવિધાથી સજ્જ મોટેરા સ્ટેડિયમ હવે વિશ્વના સૌથી આધુનિક સ્ટેડિયમો પૈકીનું એક બની ચુક્યુ છે. ત્યારે ઉદ્ઘાટન બાદ પે ટીએમ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચનો  પ્રારંભ થશે અને આગામી ચોથી ટેસ્ટ મેચ પણ આ મેદાન પર રમાશે અને સાથે સાથે ટી ટવેન્ટી મેચની સિરીઝ પણ મોટેરા ખાતે જ રમાશે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply