PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ જેમાં ત્રણ મહત્વના નિર્ણયો લેવાયા
Live TV
-
PM મોદીની અઘ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી.. આ બેઠકમાં રસીકરણને લઈને મોટા નીરનાંય લેવામાં આવ્યા...હવેના તબક્કામાં કેવી રીતે અને કોને રસી આપવામાં આવશે તે સંદર્ભે મોટા નિર્ણયો લેવામાં આવ્યા..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. જેમાં ત્રણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે કોરોનાના સંબંધમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. જે અનુસાર દેશમાં પહેલી માર્ચથી 60 વર્ષથી ઉપરની ઉંમરના લોકોનું રસીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત 45 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેમને ગંભીર બિમારીઓ છે તેમનું પણ રસીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત આઈટી હાર્ડવેર ક્ષેત્ર માટે પીઆઈએલ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તો વર્ષ 2021 થી લઈને વર્ષ 2028-29 સુધી ફાર્માસ્યુટીક્સ માટે પણ પીઆઈએલ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત પુડુચેરીમાં વિધાનસભા ભંગ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ભલામણ કરવામાં આવી છે.
