રાષ્ટ્રીય રાજધાનીમાં, બાપુની સમાધિ રાજઘાટ પર સર્વ-ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
આજે દેશ 'રાષ્ટ્રપિતા' મહાત્મા ગાંધીની 157મી જન્મ જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં, બાપુની સમાધિ રાજઘાટ પર સર્વ-ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે આ સર્વ-ધર્મ પ્રાર્થનામાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ,, રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
