Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે બાંગ્લાદેશના પ્રવાસે જશે

Live TV

X
  • આ મહિના અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની મુલાકાતે જવાના છે

    વિદેશ મંત્રી એસ. જયશંકર આજે બાંગ્લાદેશના પ્રવાસે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકરની યાત્રા એવા સમયમાં થઈ રહી છે કે, આ મહિના અંતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશની મુલાકાતે જવાના છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ વિદેશ મંત્રી એસ. જયશંકર પોતાના સમકક્ષ ડૉકટર એ. કે. અબ્દુલ મોમીનના નિમંત્રણ પર બાંગ્લાદેશની રાજકીય યાત્રા ઉપર જઈ રહ્યા છે.

    બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે

    મંત્રાલયે એવું પણ જણાવ્યું હતું કે, એસ. જયશંકર પોતાની યાત્રા દરમિયાન બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના અને વિદેશ મંત્રી સાથે મુલાકાત કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, યાત્રા દરમિયાન એસ. જયશંકરને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમિક્ષા કરવાની તક મળશે. વિદેશ મંત્રીની બાંગલાદેશ યાત્રા 17 ડિસેમ્બર 2020 ના રોજ બંને દેશો વચ્ચે યોજાયેલી ડિજિટલ માધ્યમથી પ્રધાનમંત્રી સ્તરની શિખર વાર્તા પછી થઈ રહી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply