Skip to main content
Settings Settings for Dark

શિરડીના સાંઈબાબા મંદિરમાં PM મોદીએ કરી પૂજા, ગરીબોને સોપી આવાસની ચાવી

Live TV

X
  • સાંઈ સમાધિને 100 વર્ષ પૂરાં, શિરડી સાંઈબાબાની સમાધિની શતાબ્દી પર ન્યાસ દ્વારા આખા વર્ષ દરમિયાન ઉત્સવ મનાવવામાં આવ્યો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શિરડી પ્રવાસે છે. શીરડી પહોંચીને તેમણે સાંઈબાબાના દર્શન કર્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ તેમજ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાંઈ સમાધિ સ્થાને ધ્વજારોહણ પણ કર્યું હતું. સાંઈબાબાએ સમાધિ લીધી હોવાને 100 વર્ષ પુરા થતાં હોવાને પ્રસંગે વર્ષભર ચાલેલા કાર્યક્રમોના સમાપન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંઈબાબાએ 1918માં વિજયા દશમીના દિવસે સમાધિ લીધી હતી. પ્રધાનમંત્રી એ આ પ્રસંગે શતાબ્દી પર્વે સ્મૃતિરૂપ ચાંદીના સિક્કાનું અનાવરણ પણ કર્યું હતું. પ્રધાનમંત્રી એ આ પ્રસંગે અંદાજે 475 કરોડની વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે. શિરડી તીર્થયાત્રીઓ માટે શેલ્ટર, સાંઈ એજ્યુકેશન સેન્ટર, સાંઈ જીવન ઝાંખી કરાવતા સાંઈ નોલેજ પાર્ક સહિતના પ્રોજેક્ટનો પ્રધાનમંત્રીએ શિલાયન્સ કર્યો હતો. પ્રધાનમંત્રી એ આ પ્રસંગે પી.એમ. આવાસ યોજનાના 40 હજાર લાભાર્થીઓનો ઇ-ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. રાજ્યના 29 જિલ્લામાં આ આવાસ બનેલા છે. પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રેલીને સંબોધન પણ કર્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply