સપા અને બસપા ગઠબંધનમાં સર્જાયો વિવાદ, માયાવતીએ કાર્યકર્તાઓની બોલાવી બેઠક
Live TV
-
બહુજન સમાજ પાર્ટીની સમીક્ષા બેઠકમાં 11 વિધાનસભા બેઠકો પર આગામી સમયમાં યોજાનારી પેટાચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરાતાં લોકસભા ચૂંટણી વખતે બનેલાં સમાજવાદી પાર્ટી બહુજનપાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ ગઠબંધનમાં દરાર જોવા મળી હતી.
આ પ્રસંગે બસપા સુપ્રીમો માયાવતીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની નીતિઓને કારણે જ ભાજપની સ્થિતિ મજબૂત બની છે. આ સાથે જ તેમણે ભવિષ્યમાં બેલેટ દ્વારા ચૂંટણીની માંગ કરવાની પણ વાત કરી હતી. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના પરિણામોમાં સૌથી વધુ બસપાને 10 સીટો મળી હતી. સપાને 5 જયારે રાષ્ટ્રીય લોકદળનું ખાતુ પણ ખુલ્યું ન હતુ.
