સમગ્ર ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) લાગુ થયો
Live TV
-
કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમનું જાહેરનામું બહાર પાડયું છે. સમગ્ર ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ લાગુ થયો છે. આ અધિનિયમ અનુસાર 31 ડિસેમ્બર 2014 પહેલા ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકતા મળશે.. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશની 6 લઘુમતી હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી લોકો ભારતના નાગરિક બની શકશે. નાગરિકતા સંશોધન અધિનિયમ મૂળ 1955નો કાયદો છે જેમાં સુધારો કરવામાં આવ્યો છે. ભારતીય નાગરિકતા અધિનિયમ 1995માં ફેરફાર કરતું સંશોધિત બિલ સૌપ્રથમવાર 2016માં લોકસભામાં પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં અટકી ગયું હતું. 2019માં ફરીથી સંસદમાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. ડિસેમ્બર 2019માં, સંસદના બંને ગૃહો દ્વારા પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી હતી. આ સમયગાળામાં કોરોના મહામારીને તેનો અમલ થઈ શક્યો ન હતો. ભારતીય બંધારણના અનુચ્છેદ 5થી 11માં નાગરિકતા વિશે જોગવાઈ કરવામાં આવી છે.
આ નિયમોના કારણે પાત્ર વ્યક્તિઓને ભારતનું નાગરિકત્વ અપાશે. ભારતનું નાગરિકત્વ મેળવવા માટેની ઓનલાઇન અરજી કરવા એક વેબપોર્ટલ શરૂ કરાયું છે. જેમાં પાત્ર વ્યક્તિઓ નાગરિકતા મેળવવા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકાશે.
