સાયબર ફ્રોડ મુક્ત ભારત: ગૃહમંત્રી અમિત શાહે CBIની નવી સાયબર શાખાનું કર્યું ઉદ્ઘાટન
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં "સાયબર-આધારિત છેતરપિંડીનો સામનો કરવો અને તેની પદ્ધતિઓનો નાશ કરવો" વિષય પર આયોજિત રાષ્ટ્રીય પરિષદને સંબોધિત કરી હતી.
આ અવસરે તેમણે દેશની સુરક્ષા એજન્સીઓ વચ્ચે વધુ તાલમેલ અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.CBI સાયબર ક્રાઈમ શાખા ગૃહમંત્રીએ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) ની નવી અત્યાધુનિક સાયબર ક્રાઈમ શાખાનું ઉદ્ઘાટન કર્યું. I4Cના રાજ્ય અપરાધ સમન્વય કેન્દ્ર (S4C) ડેશબોર્ડનો શુભારંભ કરાવ્યો, જે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે ડેટા શેરિંગને સરળ બનાવશે.સીબીઆઈના પ્રતિભાશાળી અધિકારીઓને વિશિષ્ટ અને પ્રશંસનીય સેવા માટે પદકો એનાયત કરવામાં આવ્યા.ડિજિટલ ઇન્ડિયાની સફળતાના આંકડા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં ભારતે ડિજિટલ ક્ષેત્રે ક્રાંતિ કરી છે.ઇન્ટરનેટ યુઝર્સ 11 વર્ષમાં 25 કરોડથી વધીને 100 કરોડ પર પહોંચ્યા.દુનિયાનું દરેક બીજું ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે. વર્ષ 2024માં 181 બિલિયન UPI લેણદેણ નોંધાયા.2 લાખથી વધુ ગ્રામ પંચાયતો ફાઈબર નેટવર્કથી જોડાઈ.સરકારે સાયબર સુરક્ષા માટે લીધેલા મહત્વપૂર્ણ પગલાંઓની વિગતો રજૂ કરવામાં આવી.
સિમ કાર્ડ અને મોબાઈલ બ્લોકિંગ ડિસેમ્બર 2025 સુધીમાં 12 લાખ શંકાસ્પદ સિમ કાર્ડ રદ કર્યા અને 3 લાખ મોબાઈલ IMEI બ્લોક કર્યા.નાણાકીય રિકવરી ₹20,000 કરોડના ફ્રોડમાંથી ₹8,189 કરોડ ફ્રીઝ કરી પીડિતોને પરત અપાવવામાં આવ્યા.અત્યાર સુધીમાં 20,853 સાયબર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.બેંકિંગ અને પોલીસ વિભાગ માટે માર્ગદર્શિકા 1930 હેલ્પલાઇન દેશની તમામ પોલીસને સૂચના આપી કે 1930 કોલ સેન્ટર પર પૂરતો સ્ટાફ રાખવો જેથી પીડિતનો કોલ તરત એટેન્ડ થાય.
મ્યૂલ એકાઉન્ટ હન્ટર RBI અને સરકાર દ્વારા નિર્મિત આ સોફ્ટવેરને તમામ બેંકોએ ફરજિયાત અપનાવવા અપીલ કરી.ઓનબોર્ડિંગ લક્ષ્યાંક ડિસેમ્બર 2026 સુધીમાં તમામ સહકારી બેંકોને I4C પ્લેટફોર્મ પર જોડવાનો લક્ષ્ય.અમિત શાહે કહ્યું "સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. દર 37 સેકન્ડમાં એક ભારતીય સાયબર ફ્રોડનો શિકાર બને છે, જેની સામે આપણે 'સાયબર હાઈજીન' અને રિયલ-ટાઇમ રિપોર્ટિંગ દ્વારા લડવું પડશે."આ બે દિવસીય સંમેલનમાં મુખ્ય ત્રણ વિષયો પર ચર્ચા કરવામાં આવી સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિઓ અને પડકારો.મ્યૂલ એકાઉન્ટ્સ અને મની લોન્ડરિંગમાં AI ની ભૂમિકા.ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિમ કાર્ડનો દુરુપયોગ રોકવા માટેનું માળખું.
