Skip to main content
Settings Settings for Dark

સિક્કિમ સુરંગ દુર્ઘટના પર પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો, મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના નામચી જિલ્લામાં નિર્માણાધીન સુરંગ ધરાશાયી થવાથી થયેલી જાનહાનિ પર ઊંડો દુઃખ વ્યક્ત કર્યો છે. તેમણે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિજનો પ્રત્યે સંવેદના દાખવતા ઘાયલો વહેલી તકે સાજા થવાની કામના કરી. આ સાથે જ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ માંથી મૃતકોના પરિજનો અને ઘાયલો માટે સહાયની જાહેરાત કરી છે.

    પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) મુજબ, દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક વ્યક્તિના પરિજનોને પીએમએનઆરએફમાંથી 2 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે. જ્યારે દુર્ઘટનામાં ઘાયલ થયેલા દરેક વ્યક્તિને 50,000 રૂપિયાની આર્થિક સહાયતા પ્રદાન કરવામાં આવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, સિક્કિમના નામચીમાં નિર્માણાધીન સુરંગ ધરાશાયી થવાથી થયેલી જાનહાનિથી તેઓ ખૂબ અનુભવે છે. તેમણે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના જલદી સાજા થવાની કામના કરી. 

    સુરંગ ધરાશાયી થવાની ઘટના પછી રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પ્રભાવિત લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પ્રશાસન સ્થિતિ પર સતત નજર બનાવીને બેઠું છે અને પ્રભાવિત પરિવારોને હરશંભવ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
apply