સૌથી ઓછા કેસ, સૌથી ઓછા મૃત્યુ તેમજ સૌથી વધુ પરીક્ષણો ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન યથાવત્
Live TV
-
પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસ, સૌથી ઓછા મૃત્યુ તેમજ સૌથી વધુ પરીક્ષણો ધરાવતા દેશોમાં ભારતનું સ્થાન યથાવત્, સક્રિય કેસોના સ્તરમાં એકધારું નીચે જવાનું વલણ જળવાઇ રહ્યું છે, દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા 55,342 પોઝિટીવ કેસ નોંધાયા છે.
યુએસએ, યુકે, રશિયા, ફ્રાન્સ જેવા ઊંચી આવક ધરાવતા દેશો સાથે ભારતની સરખામણી કરવી અયોગ્ય રહેશે કારણ કે ત્યાં ભારતની સમકક્ષ વસ્તી નથી. આ મુખ્યત્વે તેની વસ્તી ગતિશીલતાને કારણે છે જે સંસાધનોના વિસ્તૃત વિતરણમાં પરિણમે છે. પ્રત્યેક દસ લાખની વસ્તીએ ડૉક્ટર્સ અને નર્સોની ઉપલબ્ધતા, આરોગ્ય પાછળ ખર્ચવામાં આવતી GDPની ટકાવારી જેવા માપદંડોના આધાર પર જોવામાં આવે તો, ઊંચી આવક ધરાવતા દેશો સાથે ભારતની સરખામણીના કારણે અસમાન વિશ્લેષણ પ્રાપ્ત થશે. વ્યાપક સંદર્ભને ધ્યાનમાં રાખતા, કોવિડ-19ના વ્યવસ્થાપનમાં ભારતની લક્ષિત વ્યૂહનીતિ અને છેલ્લા કેટલાક મહિનામાં જાહેર આરોગ્ય પ્રતિભાવના કારણે પ્રોત્સાહક પરિણામો સામે આવી રહ્યાં છે.
દૈનિક નોંધાતા નવા કેસમાં નવો નીચો આંકડો કેન્દ્રની વ્યાપક અને સઘન પરીક્ષણ, તાત્કાલિક ટ્રેકિંગ અને સર્વેલન્સ, હોસ્પિટલાઇઝેશન અને પ્રમાણભૂત સારવારના પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવાની વ્યૂહનીતિ અંતર્ગત રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવી રહેલા સહિયારા પ્રયાસોનું પરિણામ છે. તેના કારણે તમામ સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલોમાં તેમજ હોમ આઇસોલેશન માટે આદર્શ ગુણવત્તાની તબીબી સારવાર મેળવવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે.
કોવિડ-19ના કારણે મૃત્યુ પામનારા કુલ દર્દીઓની સંખ્યા સતત દસમા દિવસે 1000 કરતાં ઓછી નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 706 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આમાંથી લગભગ 79% દર્દીઓ દસ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.
