Skip to main content
Settings Settings for Dark

13 દેશોના શિક્ષણમંત્રી અને મહાનુભાવો વર્લ્ડ બેંકની ટીમ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે

Live TV

X
  • તારીખ 19 ફેબ્રુઆરી, 2024 ના રોજ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે લુઇસ બેન્વેનીસ્ટ, ગ્લોબલ ડીરેક્ટર એજ્યુકેશન, વર્લ્ડ બેંકની અધ્યક્ષતા હેઠળ વર્લ્ડબેંકની ટીમ સાથે માલી, ગુઇનિઆ, મોરીતાનિયા, બ્રુકીના ફાસો, ટોગો, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, બેનિન, લિબેરિયા, સીર્રા લીઓને, નાઈજેરીયા, કેમરૂન, મોંગોલિયા, ઘાના દેશોના શિક્ષણમંત્રી અને મહાનુભાવો સાથે આશરે 65 જેટલા લોકો આવશે. તેઓને વિધા સમીક્ષા કેન્દ્ર ખાતે કરવામાં આવતી તમામ માહિતીથી અવગત કરવામાં આવશે. 

    વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ દેશનું સર્વપ્રથમ શાળા શિક્ષણ માટેનું રીયલ ટાઈમ, ઓનલાઈન સર્વગ્રાહી મોનીટરીંગ માટેનું કેન્દ્ર છે. શિક્ષણક્ષેત્રે આમૂલ પરિવર્તનમાં બહોળો સહયોગ આપનાર વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે ભારતના પ્રધાનમંત્રી સહિત દેશ અને વિશ્વના મહાનુભાવોએ મુલાકાત લઇ ચુક્યા છે. 

    વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રને Global Best Practice તરીકે સ્વીકારીને અન્ય વિકસતા દેશોને તેનું અનુકરણ કરવા માટે સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત ગત વર્ષ ઑગસ્ટ મહિના દરમ્યાન, જેનેટ યેલન, સેક્રેટરી ટ્રેઝરી, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા અને અજય બાંગા, પ્રમુખ, વર્લ્ડ બેંક દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી અને તેની સાથે જ વિદ્યા સમીક્ષાના આ અનુકરણીય મોડલને વિશ્વના અન્ય દેશો અને રાજ્યોમાં વર્લ્ડબેંકના સહયોગથી કાર્યરત કરવા માટેની તત્પરતા દર્શાવી હતી. 

    વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના દર વર્ષે લગભગ 500 કરોડથી પણ વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓના ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટા  ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે તથા School Education Dashboard દ્વારા રાજ્ય >જિલ્લો > બ્લોક > ક્લસ્ટર > શાળા> ધોરણ > વિષય > વિદ્યાર્થી એમ સર્વસ્તરીય રીયલટાઇમ ઓનલાઇન મોનિંટરીગ કરવામાં આવે છે. 

    વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના તમામ 1.15 કરોડ વિદ્યાર્થીઓની તેમજ તમામ 4 લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઓનલાઇન હાજરી નોંધવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાઓના પરિણામ સ્વરૂપ દરેક વિષય અને દરેક વિદ્યાર્થી-દીઠ Learning-Outcomes આધારીત Student Report Card આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ જેટલા Student Report Card આપવામાં આવ્યા છે.

    વિદ્યા સમીક્ષા કેન્દ્ર શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત ડીસીઝન-મેકીંગ કરવામાં ખૂબ મદદ કરી રહ્યું છે. આ વિદ્યા સમિક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઈનપુટ મળે તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઉંચો આવે તે માટે વિદ્યા સમિક્ષા કેન્દ્ર ખાતેથી કામગીરી કરવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply