130 કરોડ ભારતીયોએ આત્મનિર્ભર ભારતનો લીધો મહત્વનો નિર્ણય: PM
Live TV
-
આત્મનિર્ભર ભારતનો મતલબ માત્ર આયાત ઓછી કરવાનો જ નથી, આપણી ક્ષમતા, આપણી ક્રિએટિવિટી, આપણી સ્કિલ્સને વધારવાની છે: PM
પ્રધાનમંત્રી દેશવાસીઓને સંબોધતા કહ્યું કે, બાપુના નેતૃત્વમાં આઝાદી માટે થયેલા પ્રયાસોની યાદ તાજી કરાવી હતી. વિસ્તારવાદીઓ સામેના તે જંગમાં આઝાદીના લડવૈયા કઇ રીતે સફળ થયા તેની માંડીને વાત કરી હતી. આ સાથે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે ભારતે આત્મનિર્ભર બનવાનો નિર્ધાર કર્યો છે. વિશ્વ જાણે છે કે, ભારત જે નક્કી કરે છે તે કરી બતાવે છે. યુવાશક્તિ આત્મનિર્ભર ભારતનો પાયો છે.
આત્મ નિર્ભરતાની વ્યાખ્યા સમજવાતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભરતા એટલે આયાતમાં ઘટાડો કરવો તે જ નહીં, પણ સ્વદેશી સામર્થ્ય અને કૌશલ્યમાં વધારો કરવાનો પ્રયાસ છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની માનસિકતા વોકલ ફોર લોકલ હોવી જોઇએ. મહામારી કાળમાં પીપીઇ કીટ્સ, વેન્ટિલેટર્સ બનાવીને ભારતે પુરવાર કર્યું છે કે તે પોતાનું સામર્થ્ય પુરવાર કરી શકે તેમ છે.આ સાથે પ્રધાનમંત્રીએ ભારતીય શિક્ષણ નીતિ, વન નેશન વન ગ્રીડ સહિતના પગલાં દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે તેમ જણાવ્યું હતું. તેને કારણે પ્રત્યેક વિદેશી રોકાણના તમામ રેકોર્ડ તુટી ચુક્યા છે. એફડીઆઇમાં 18 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. અને મેક ઇન ઇન્ડિયાની સાથોસાથ મેક ફોર વર્લ્ડના મંત્રને પણ સાકાર કરવાનો લક્ષ્ય તેમને આપ્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન શરૂ થયાની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રત્યેક નાગરિકને હેલ્થ આઇડી આપવામાં આવશે.
લદ્દાખના ઘટનાક્રમને યાદ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના જવાનોએ એલઓસીથી માંડીને એલએસી પર દેશની સંપ્રભુતા પર જેમણે પણ આંખ ઉઠાવી હોય તેમને તેમની ભાષામાં જ જવાબ આપ્યો છે. દેશની સંપ્રભુતાના રક્ષણ માટે દેશ જોશથી ભરેલો છે. લદ્દાખમાં વિશ્વે આ જોશ જોઇ લીધું છે. માતૃભૂમિ પર ન્યોછાવર થઇ ચુકેલા તમામ વીર જવાનોને નમન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત આતંકવાદ અને વિસ્તારવાદ બંનેનો સામનો કરી રહ્યું છે.
