Skip to main content
Settings Settings for Dark

24 મા માલાબાર નૌસેના અભ્યાસના પહેલા તબક્કાની વિશાખાપટ્ટનમમાં શરુઆત થઈ

Live TV

X
  • વિશાખાપટ્ટનમાં શરુ થયેલા આ 24 મા માલાબાર નૌસેના અભ્યાસમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા દેશની નૌસેનાઓ ભાગ લેશે.

    વિશાખાપટ્ટનમાં શરુ થયેલા આ 24 મા માલાબાર નૌસેના અભ્યાસમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા દેશની નૌસેનાઓ ભાગ લેશે.

    કોરોના મહામારીમાં ધ્યાનમાં રાખીને અભ્યાસની પ્રક્રિયા સંપર્ક રહિત કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ અભ્યાસ મિત્ર દેશોની નૌસેના વચ્ચે સમન્વય અને સહયોગનુ ચિન્હ છે. ઓસ્ટ્રેલિયા સાતે વધતા રક્ષા સહયોગને કારણે માલાબાર અભ્યાસ-2020માં ઓસ્ટ્રેલિયા પણ ભાગ લઈ રહ્યુ છે. માલાબાર નૌસેના અભ્યાસ બે તબક્કાઓમાં યોજાશે જેના પહેલા તબક્કામાં નૌસેનાઓ જટીલ અને ઉત્કૃષ્ઠ અભ્યાસ કરશે.

    ઓસ્ટ્રેલિયાના રક્ષામંત્રી લિંડા રિનૉલ્ડ્સે જણાવ્યા પ્રમાણે માલાબાર અભ્યાસ તેમના દેશના સુરક્ષદળો માટે ઐતિહાસિક અવસર છે. એમણે કહ્યુ કે આ અભ્યાસ હિંદ પ્રશાંત ક્ષેત્રના ચાર મુખ્ય લોકશાહી દેશો વચ્ચેના વિશ્વાસ અને સુરક્ષાના દેશો વચ્ચે જાહેર થયેલ સુરક્ષા મુદ્દાઓ ઉપર સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

    માલાબાર નૌસેના અભ્યાસ શ્રેણી 1992માં ભારત અને અમેરિકા વચ્ચે શરુ થઈ હતી અને 2015માં જાપાન પણ આ નૌસેના અભ્યાસમાં જોડાયો હતો. આ વર્ષે ઓસ્ટ્રેલિયા પણ આ અભ્યાસમાં જોડાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply