6 મહિના બાદ ખુલ્યા કેદારનાથ ધામના કપાટ
Live TV
-
બદ્રીનાથ ધામના કપાટ શુક્રવારે ખુલશે
છ મહિના બાદ આજે કેદારનાથ ધામના કપાટ ખુલ્યા છે. દર્શનાર્થીઓ સવારથી દર્શનનો લાભ લેવા ઉમટી પડ્યા છે. તેમજ બદ્રીનાથ ધામના આવતીકાલે કપાટ ખુલશે. કેદારનાથ મંદિર પરિસરમાં હાલ પણ ભારે બરફના થર જામેલા છે. પરંતુ મંદિર સુધી જતા માર્ગને સાફ કરવામાં આવ્યો છે. તેમજ તંત્ર દ્વારા ભક્તોને રહેવાની સગવડ કેદારનાથધામ વિસ્તારમાં કરવામાં આવી છે. આ સાથે જ વાર્ષિક ચાર ધામ યાત્રાનો પણ આરંભ થઈ ગયો છે.
