9મી નવેમ્બરે 15માં નાણાપંચના અધ્યક્ષ રાષ્ટ્રપતિને પોતાનો અહેવાલ રજૂ કરશે
Live TV
-
પંદરમાં નાણાપંચના અધ્યક્ષ N .K .સિંઘ નવ નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનો અહેવાલ રજૂ કરશે.નાણાંપંચે ગઈકાલે નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 સુધી પાંચ વર્ષના સમયગાળા માટે તૈયાર કરેલા અહેવાલ પર ચર્ચા વિચારણા કરી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો, સ્થાપના મંડળ, પાછલા નાણાપંચના અધ્યક્ષ અને સભ્યો, પંચની સલાહકાર સમિતિ અને અન્ય નિષ્ણાતો, શૈક્ષણિક સંસ્થાઓના વિદ્વાનો દ્વારા વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા પછી રીપોર્ટને આખરી ઓપ આપવામાં આવ્યા છે.
નાણાપંચ પ્રધાનમંત્રીને પણ આ અહેવાલ આવતા મહિને સુપરત કરશે. કેન્દ્રિય નાણામંત્રી સરકાર દ્વારા લેવામાં આવેલા એક્શન રીપોર્ટની સાથે આ અહેવાલને પણ સંસદમાં રજૂ કરશે.આ પંચના અન્ય સભ્યોમાં અજય નારાયણ ઝા, પ્રોફેસર અનુપસિંહ, અશોક લાહિદી, અને ડોક્ટર રમેશ ચંદનો સમાવેશ થાય છે.
