Skip to main content
Settings Settings for Dark

"Unite2FightCorona" ના સૂત્રને અનુસરીને જનજાગૃતિ માટે શરુ થયેલ નદોલનનો આજે 37મોં દિવસ

Live TV

X
  • સાડત્રીસમાં દિવસે પાંચ કોવિડ વિજય રથ રાજ્યના દેવભૂમિ દ્વારકા, સુરત, જૂનાગઢ, છોટાઉદેપુર અરવલ્લી જિલ્લાના ગામેગામમાં ભ્રમણ કરી રહ્યા છે. ‘સાવચેતીને સંગ, જીતીશું જંગ’ એ નારા સાથે સતત નાગરિકોને માસ્ક બરાબર રીતે પહેરવો, સાબુથી હાથ વારંવાર ધોવા અને 6 ફુટના સામાજિક અંતરનું પાલન કરવું એ ત્રણ મુખ્ય બાબતો તેમજ કેન્દ્ર સરકારની વિવિધ પહેલો તથા મહિલા અને બાળકોમાં પોષણના મહત્વ વિશે જાગૃત કરી રહ્યા છે. આ ઉપરાંત માનનીય પ્રધાનમંત્રીના જનઆંદોલનને કેન્દ્રમાં રાખીને જન-જન સુધી કોવિડ વિજય સાથ સાવચેતી, સલામતી અને જાગૃતિના શપથ લેવડાવી રહ્યા છે, સાથે જ સૌનું સ્વાસ્થ્ય સલામત રહે એની કાળજી પણ લઇ રહ્યા છે. રથ દ્વારા લોકોમાં નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું વિતરણ પણ અવિરત ચાલુ છે.
    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા પંચાયત કચેરીથી તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ મામલતદાર શ્રીએ લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આજે રથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મુખ્ય બજાર, હેલ્થ ઓફિસ, દૂધેશ્વર મહાદેવ, વી. એમ. ઘેલાણી હાઇસ્કૂલ, બીએપીએસ મંદિર તેમજ ભીડભંજન મહાદેવ, ડઢાણીયા હોસ્પિટલ, વેરાડ નાકા, બાલા હનુમાન વગેરે વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું. કલાકારોએ વિવિધ કળા નિદર્શન દ્વારા લોકોને સરકારની વિવિધ પહેલ અંગે માહિતગાર કર્યા અને કોરોના સાવચેતી અંગે જાગૃત કર્યા, તેમજ લોકોને કોરોના જાગૃતિ શપથ પણ લેવડાવ્યા હતા. આ સાથે જ લોકોમાં નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું વિતરણ કર્યું. સાંજે 4 વાગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા ખાતે રથે રોકાણ કર્યું હતું.
    આજે રથે સુરત જિલ્લાના મહુવા તાલુકાથી પ્રસ્થાન કર્યું હતું. હેલ્થ અને વેલનેસ સબ સ્ટેશન, વેલણપુર ખાતે આરતીબેન એસ. પવારે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સુરેશભાઈ એમ. પટેલ - સુપરવાઈઝર, હિરેનભાઈ પટેલ, સરપંચ શ્રી સેજલભાઈ પટેલ, દિનેશભાઇ મિસ્ત્રી અને અન્ય સૌ ઉપસ્થિત લોકોએ કોરોના સામે લડવા અને સાવચેત રહેવા માટે પ્રતિજ્ઞા લીધી. સમગ્ર દિવસ દરમિયાન રથે વાઘેશ્વર, બામણિયા વગેરે ગામોના લોકો સુધી કોરોના જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો અને શક્ય તમામ સ્થાનિકોને કોરોના જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. રથ પર સવાર કલાકારો આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.
    સવારે 10 વાગે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડાભોર ગામના સરપંચ મનસુખભાઈ ધારીયાએ લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ગામના આશાવર્કર બેન ઉષાબેન રાઠોડ, આશાબેન મંજુલાબેન કાઠી, આશાબેન ભાનુબેન રાઠોડ, ફિમેલ હેલ્થ વર્કર નંદિનીબેન ગોસ્વામી અને અન્ય સૌ ઉપસ્થિત લોકોએ કોરોના મહામારી સામેના જનઆંદોલનને સમર્થન આપ્યું તેમજ સૌ કોઈએ કોરોના સામે લડવા અને સાવચેત રહેવા માટે પ્રતિજ્ઞા લીધી. સમગ્ર દિવસ દરમિયાન રથ પર સવાર કલાકારોએ તમામ નાગરિકો પાસે કોવિડ જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. આજે સાડત્રીસમા દિવસે રથે છાત્રોડા ગામ, સીડોકર ગામ, વિસણવેલ ગામ, ચોરવાડ ગામ તેમજ અરેણા ગામ વગેરે ગામોમાં ભ્રમણ કર્યું હતું. કોવિડ વિજય રથ ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના વિસ્તારો અને માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફર્યો હતો. દિવસના અંતે સાંજે 4 વાગે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં રોકાણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તેમજ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.
    રથે છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રથી રથે પ્રસ્થાન કર્યું હતું. બ્લોક હેલ્થ ઓફિસર શ્રીએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે સરકારી હોસ્પિટલ, એસબીઆઈ બેંક ચોકડી, જલારામ મંદિર, ખેતી વાડી બજાર વગેરે વિસ્તારોમાં ભ્રમણ કરીને કોરોના અંગે, પોષણના મહત્વ વિશે તેમજ પાંચ વર્ષ સુધીના બાળકોમાં રસીકરણના મહત્વ વિશે જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત રથ પર સવાર કલાકારોએ સમગ્ર દિવસ દરમિયાન સ્થાનિકોને કોરોના જાગૃતિના શપથ લેવડાવ્યા હતા.
    સાડત્રીસમા દિવસે કોવિડ વિજય રથે અરવલ્લી જિલ્લાની તલોદ તાલુકા પંચાયત કચેરી ખાતેથી માનનીય ધારાસભ્ય શ્રી ગજેન્દ્ર સિંહ પરમારે લીલી ઝંડી બતાવી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી , તાલુકા આરોગ્ય અધિકારી , આરોગ્ય સ્ટાફ તથા અગ્રણીઓ સામાજિક અંતરનું પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા. તલોદ તાલુકાની પ્રાંતિજ ચોકડી, અહમદ પુરા, ગોરા ટીમ્બા, આંજણા વગેરે ગામોના લોકો સુધી ભવાઈના માધ્યમથી કોરોના જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો અને શક્ય તમામ સ્થાનિકોને કોરોના જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. રથ પર સવાર કલાકારો આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply