નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને ‘આદિ કર્મયોગી અભિયાન અંગે નેશનલ કોન્કલેવ’નું આયોજન
રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શાહ મીના હુશેને સ્વીકાર્યો હતો.