રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6.70 લાખથી વધુ વિદ્યાર્થીઓએ RTEનો લીધો લાભ
તેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં વર્ષ-2013 થી શરૂ કરાયેલા ‘રાઈટ ટુ એજ્યુકેશન’–RTE એક્ટ હેઠળ અત્યાર સુધીમાં એટલે કે, વર્ષ 2024 -25 માં અંદાજિત 6.70 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની ઇજ્જવળ કારકિર્દી માટે રૂ.3800કરોડથી વધુનો ખર્ચ કરીને જરૂરીયાતમંદ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે.