ભારતમાં 11વર્ષમાં 26.9 કરોડ લોકો અત્યંત ગરીબીમાંથી બહાર આવ્યા: વિશ્વ બેંક
2011-12 માં, દેશમાં 344.47 મિલિયન (34.4 કરોડ) લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા હતા, જ્યારે 2022-23 સુધીમાં આ સંખ્યા ઘટીને 7.55 કરોડ (7.5 કરોડ) થઈ ગઈ છે. નોંધનીય છે કે ગરીબી રેખાનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય ધોરણ $3.00 પ્રતિ દિવસ (2021 ના ભાવે) અનુસાર કરવામાં આવ્યું છે.ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશે આ પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. 2011-12 માં, દેશના 65% અત્યંત ગરીબ લોકો આ પાંચ રાજ્યોમાં રહેતા હતા. હવે આ રાજ્યોએ ગરીબી ઘટાડવામાં બે તૃતીયાંશ ફાળો આપ્યો છે.