Skip to main content
Settings Settings for Dark

Live TV

X

FATFએ પહેલગામ આતંકી હુમલાની કડક નિંદા કરી, કહ્યું: ભંડોળ વિના શક્ય નથી

વિશ્વમાં આતંકવાદને નાણાકીય સહાય પૂરી પાડનારાઓ પર નજર રાખતી સંસ્થા FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)એ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. FATFએ કહ્યું છે કે, જ્યાં સુધી આતંકવાદીઓ પાસે પૈસા અને ભંડોળ ટ્રાન્સફર કરવાના સાધનો ન હોય ત્યાં સુધી આવા હુમલા શક્ય નથી.

Gujarati

ભારતે ઈરાન-ઈઝરાયલને સંયમ રાખવાની કરી અપીલ

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, ખાસ કરીને પરમાણુ સ્થળો પર હુમલા સંબંધિત સમાચાર.વિદેશ મંત્રાલયે બંને પક્ષોને કોઈપણ પ્રકારની ઉશ્કેરણી ટાળવા અને પરિસ્થિતિને વધુ ખરાબ ન કરવા અપીલ કરી છે. ભારતે કહ્યું કે હાલના સંવાદ અને રાજદ્વારી માધ્યમોનો ઉપયોગ કરીને આ કટોકટીનો ઉકેલ લાવવાના પ્રયાસો કરવા જોઈએ.

https://x.com/MEAIndia/status/1933390247682842770

બંનેના મિત્ર તરીકે સહયોગ કરવા તૈયાર

Gujarati

ઉત્તર ભારતમાં ગરમીના પ્રકોપના કારણે ઓરેન્જ એલર્ટ જારી

આકરી ગરમીનો સામનો કરી રહેલા ઉત્તર ભારતમાં હવામાનમાં હવે રાહતના સંકેતો દેખાઈ રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)અનુસાર, 13 જૂનની રાતથી હવામાન બદલાવા જઈ રહ્યું છે. જોકે,  હવામાન વિભાગે ઉત્તર ભારતમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે, જેમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. ઉપરાંત, 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.

Gujarati

આરોગ્ય મંત્રીએ બી.જે.મેડિકલ કોલેજમાં DNA ટેસ્ટ સ્થળની મુલાકાત લીધી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા.તેમણે બી.જે.મેડિકલ કોલેજમાં DNA ટેસ્ટ સ્થળની મુલાકાત લીધી હતી.પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે. ત્યાં  મૃતકો સાથે તેમના પરિવારજનોના DNA મેચ કરીને ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 192 લોકોના પરિવારના સેમ્પલ લેવામાં આવ્યા છે.આ દરમિયાન  પરિવારજનોને મૃતહેદો ઝડપથી મળે તે માટે ઋષિકેશ પટેલે ચર્ચા કરી હતી. 

 

 

Gujarati

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ માટે આંતરરાષ્ટ્રીય સહયોગ, અમેરિકા અને યુકે ટીમ મોકલવાની ઓફર

બ્રિટનની એર એક્સિડેન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ (AAIB) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તેણે ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોને ઔપચારિક રીતે સહાયની ઓફર કરી છે અને કુશળતા હેઠળ આ તપાસમાં ભાગ લેશે.

 આ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો સાથે અમારી સંવેદના છે

Gujarati

પ્રધાનમંત્રીએ દુર્ઘટના સ્થળનું નિરિક્ષણ કરીને દુર્ઘટનાની ઝીણામાં ઝીણી વિગતો મેળવી

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનાની ગંભીરતાને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ પહોંચ્યા હતા.એરપોર્ટથી જ સીધા તેઓ વિમાન દુર્ઘટના સ્થળે પહોંચ્યા,જ્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી  તેમજ ઉડ્ડ્યન મંત્રી પણ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રીએ દુર્ઘટના સ્થળનું નિરિક્ષણ કરીને  ઘટનાની ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી.ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

Gujarati

Axiom-4 મિશન અંગે નવી અપડેટ, ISRO ચીફ V Narayanan એ આપી મહત્વપૂર્ણ માહિતી

પરંતુ 11 જૂને લોન્ચ થનારા મિશનને મુલતવી રાખવું પડ્યું. જોકે, ચોથી વખત એવું બન્યું કે મિશનની લોન્ચ તારીખ બદલાઈ ગઈ. ભારતીય અવકાશ એજન્સી ISRO ચીફ V Narayanan એ Axiom-4 મિશનમાં વિલંબનું કારણ આપ્યું છે.ISRO એ ચીફ V. Narayanan ને ટાંકીને સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર એક પોસ્ટમાં લખ્યું, "ISRO, NASA, Axiom Space અને SpaceX સાથે મળીને, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) ના ઝ્વેઝડા મોડ્યુલમાં જોવા મળતી સમસ્યાને જવાબદારીપૂર્વક ઉકેલવા માટે કામ કરી રહ્યું છે, જેના કારણે Axiom મિશન 4 (X-4) માં વિલંબ થયો છે. સલામતી અને મિશનની અખંડિતતા અમારી ટોચની પ્રાથમિકતાઓ છે."

Gujarati

અમદાવાદની વિમાન દુર્ઘટના પર વિશ્વ નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાને લઈને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની સહિત ઘણા દેશોના વડાઓએ શોક વ્યક્ત કર્યો છે.

અમદાવાદમાં થયેલા હૃદયદ્રાવક હવાઈ અકસ્માતમાં પોતાના નાગરિકો ગુમાવનારા ભારત, યુનાઇટેડ કિંગડમ, પોર્ટુગલ અને કેનેડાની સરકારો અને લોકો સાથે દક્ષિણ આફ્રિકાની સંવેદનાઓ છે," રામાફોસાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું. અમે તમારા દુઃખમાં સહભાગી છીએ અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ.

Gujarati

ભારતીય દૂતાવાસે ઈરાનમાં રહેતા નાગરિકો માટે કરી એડવાઈજરી જારી

આ વિનંતી ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને કરવામાં આવી છે.તેમાં કહેવામાં આવ્યું છે કે, "ઈરાનમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને સતર્ક રહેવા વિનંતી છે. બિનજરૂરી પ્રવૃત્તિઓ ટાળો. દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટને અનુસરો અને સ્થાનિક અધિકારીઓના સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરો."

Gujarati

પ્લેન ક્રેશ અકસ્માત અને રૂપાણીનો 1206 નંબર સાથેનો સંબંધ હંમેશા યાદ રહેશે

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 લંડનથી ગેટવિક જઈ રહી હતી. ટેકઓફ થયાની થોડી મિનિટો પછી મેઘાણીનગરમાં આ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. આ અકસ્માતમાં 241 લોકોના મોત થયા હતા અને તેમાં વિજય રૂપાણી પણ સામેલ હતા. આ દુર્ઘટનામાં એક વિચિત્ર સંયોગ સામે આવ્યો છે. રૂપાણીનો પ્રિય નંબર 1206 હતો, જેને તેઓ પોતાનો લકી નંબર માનતા હતા. આ નંબર જીવનમાં અને મૃત્યુમાં તેમની સાથે રહ્યો. તેમના બધા વાહનો, તેમની વર્ષો જૂની સ્કૂટીમાં પણ 1206 નંબર હતો અને સંયોગથી તેમના મૃત્યુની તારીખ પણ 12 જૂન (12.06) સાબિત થઈ.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply