Skip to main content
Settings Settings for Dark

Live TV

X

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર 

હવામાન વિભાગે 18 થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે.છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો હતો.તો ભાવનગરના પાલિતાણામાં 12.5, શિહોરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેથી તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રીએ નાગરિકોના જાનમાલની સુરક્ષા અંગે પગલા લેવા જિલ્લા કલેક્ટર્સને સૂચના આપી  છે.તકેદારીના ભાગરૂપે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને અલગ અલગ જગ્યાઓ પર NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે.જેમાં 2 ટીમ રાજકોટ ખાતે અને ભાવનગર, બોટાદ , અને કચ્છમાં એક-એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે.તો અન્ય એક ટીમ ગાંધીન

Gujarati

જલયોગ :પ્રયાગરાજમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે તરવૈયાઓએ કર્યા યોગાસન

આ માટે તરવૈયાઓને તાલીમ આપવામાં આવી રહી છે. તરવૈયાઓ હાથમાં યોગાસનના પોસ્ટરો સાથે લોકોને યોગ વિશે જાગૃત કરતા પણ જોવા મળ્યા હતા.

લોકો યોગ દિવસ પ્રત્યે ખૂબ ઉત્સાહિત હતા

તરણ શીખતા તાલીમાર્થીઓની સાથે, શહેરના યુવાનો અને વિદ્યાર્થીઓએ પણ તેમાં ભાગ લીધો હતો. આ લોકો યોગ દિવસ પ્રત્યે ખૂબ ઉત્સાહિત હતા. સ્વિમિંગ પ્રશિક્ષકે લોકોને વિવિધ યોગ મુદ્રાઓમાં જલયોગ કરાવ્યો. તેમાં સૂર્ય નમસ્કાર, શવાસન, વજ્રાસન, મત્સ્યાસન, અનુલોમ-વિલોમ તેમજ 'ઓમ' નો ઉચ્ચારણ શામેલ હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જલયોગનું પણ આયોજન કરવામાં આવશે.

Gujarati

CM રેખા ગુપ્તાએ દિલ્હીમાં 33 આયુષ્માન આરોગ્ય મંદિરોનું ઉદ્ઘાટન કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે તીસ હજારી કોર્ટ સંકુલમાં આયુષ્માન આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનનો એક ભાગ છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, "આજે દિલ્હીમાં એક સાથે 33 આયુષ્માન આરોગ્ય મંદિરો અને 17 જન ઔષધિ કેન્દ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે."

Gujarati

ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જારી; તેહરાન છોડવાની સલાહ

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવે પશ્ચિમ એશિયામાં એક નવું સંકટ ઉભું કર્યું છે. આ તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય દૂતાવાસે તેના નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા એક મહત્ત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે. ભારતીય દૂતાવાસે તેહરાનની બહાર સલામત સ્થળે જવાની સલાહ આપી છે. 

Gujarati

ભાવનગરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ગઢડાની ઘેલો નદી બે કાંઠે

ભાવનગર જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. બોટાદ જિલ્લાના કાળુભાર ડેમના 8 દરવાજા ખોલવામાં આવતા ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુર માર્ગ બંધ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ ભાવનગર જિલ્લાના પાલીતાણામા આવેલો ખારો ડેમ ઓવરફલો થતા આસપાસના 10થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાથે જ ભાવનગર ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની જળ સપાટીમાં પણ  વધારો થયો છે. હાલ શેત્રુંજી ડેમમાં 94 હજાર ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી 31.3 ફૂટ પર પહોંચી છે તેમજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામની રજાવળ નદી બે કાંઠે વહેતા નદીમાં કાર તણાઈ હતી.

Gujarati

ઈરાન-ઈઝરાયલ તણાવ ચરમસીમાએ, ટ્રમ્પની તાત્કાલિક તેહરાન ખાલી કરવાની ચેતવણી

ઇઝરાયલ અને ઈરાનના વધી રહેલા તણાવ વચ્ચે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે. ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાનું બંધ કરવાની ચેતવણી આપતાં ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે, તેહરાનના લોકોએ તાત્કાલિક શહેર ખાલી કરી દેવું જોઈએ.

અમે ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા નહીં દઈએ: ટ્રમ્પ 

Gujarati

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે.  સ્વર્ગીય વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી તેમજ પુત્ર-પુત્રી સહિત સ્વજનો ભીની આંખે અને ભારેે હૈયૈ દિવંગત વિજય રૂપાણીને અંતિમ વિદાય આપી હતી. અંતિમ સંસ્કાર અગાઉ સંપૂર્ણ રાજકીય માન સન્માન સાથે પૂર્વ મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિદાયમાન આપવામાં આવ્યું હતું. તે અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.

Gujarati

અમદાવાદ પ્લેન ક્રેશ: 137 મૃતકોના DNA મેચ, 83 પાર્થિવદેહ પરિજનોને સોંપાયા

અમદાવાદના મેઘાણીનગર વિસ્તાર નજીક 12મી જૂનના રોજ થયેલી એર ઇન્ડિયાની AI171 પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારની આ કામગીરી અંતર્ગત મૃત્યુ પામેલા 137 લોકોના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. પાટનગર ગાંધીનગર ખાતે આવેલી FSLની કચેરીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા બેઠક કરી હતી... જેમાં  IBના વડા, FSLના ડાયરેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, ગુજરાત FSL દિવસરાત સતત DNA પરીક્ષણની કામગીરી કરી રહી છે .

પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

Gujarati

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘમહેર થઈ છે. તારીખ 18થી 22 જૂન દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે. જેથી આજે કચ્છ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી  છે.  છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ભાવનગરના પાલિતાણામાં 12.5, શિહોરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેથી તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોના જાનમાલની સુરક્ષા અંગે પગલા લેવા જિલ્લા કલેક્ટર્સને સૂચના આપી  છે.

Gujarati

વડાપ્રધાન મોદી G-7 સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના કેનેડા પ્રવાસે

કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના કેનેડાના પ્રવાસ પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડા પહોંચી ચુક્યા છે. જ્યાં તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી G-7 શિખર સંમેલનમાં ભાગ લેશે. G-7 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી મોદી સતત છઠ્ઠી વખત ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન ઉપરાંત અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે. તેઓ G-7 અને આમંત્રિત દેશોના નેતાઓ તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-09-2026 Max Temp : °C Min Temp : °C
apply