અમદાવાદ એરપોર્ટ પર હજયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા
Live TV
-
હજયાત્રીઓ માટે ચા, નાસ્તા, ન્હાવાની તેમજ રોકાવાની વ્યવસ્થા
મુસ્લિમ ભાઇ બહેનોની પવિત્ર યાત્રા એટલે હજ યાત્રા. હાલ ,ભારત ભરમાંથી મુસ્લિમ ભાઇ-બહેનો હજ યાત્રાએ જઇ રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર હજયાત્રીઓ માટે ભારતીય જનતા પાર્ટીના લઘુમતિ મોરચા તેમજ હુસૈની વકફ કમિટી સરખેજ દ્વારા હજયાત્રીઓ માટે ચા, નાસ્તા, ન્હાવાની તેમજ રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રોજની ચાર ફ્લાઇટમાં 1,200 જેટલા હજયાત્રીઓ મક્કા મદીના પહોંચી રહ્યા છે. આ અંગે વકફ કમિટીના પ્રમુખ સૈયદ યાસીન બાપુ એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા હજયાત્રીઓના કોટા વધારવામાં આવ્યા છે તે બદલ અમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આભારી છીએ.
