Skip to main content
Settings Settings for Dark

મુખ્ય પાકો ગણાતા બાગાયતી પાકોને વીમા કવચ આપવા માગણી

Live TV

X
  • પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના ખેડૂતોને અતિવૃષ્ટી, અનાવૃષ્ટી તેમજ કુદરતી આફતો સમયે પાકને થતા નુકસાન સામે રક્ષણ આપે છે. આ યોજના અંતર્ગત નવસારી જિલ્લામાં પિયત ડાંગર ને વીમા કવચ આપવામા આવ્યુ છે, જેનુ પ્રિમીયમ 340 રુપિયા પ્રતિ હેકટર નક્કી કરવામાં આવ્યુ છે. વાંસદા, ખેરગામ અને ચીખલી તાલુકાઓમાં બિન પિયત ડાંગર, જ્યારે વાંસદા તાલુકામાં અડદ અને તુવેરને પાક વીમા યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં 70 હજાર હેકટરમાં બાગાયતી પાકો લેવામાં આવે છે. અન્ય શાકભાજી પાકો પણ લેવામાં આવે છે પરંતુ તેમને પાક વીમાની સુરક્ષામાં લેવામાં આવ્યા નથી. નવસારી, સુરત અને વલસાડ જિલ્લાઓના મુખ્ય પાકો ગણાતા બાગાયતી પાકોને વીમા કવચ ન મળતા આ યોજના હેઠળ તેનો સમાવેશ થાય તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply