Skip to main content
Settings Settings for Dark

મૂકબધિરોને આધુનિક ટેક્નોલોજીથી શિક્ષણ આપે છે આ શાળા

Live TV

X
  • મૂકબધિર બાળકો સમાજ જીવન સાથે પોતાનું જીવન વ્‍યતિત કરી શકે અને આત્‍મનિર્ભર બને તે માટે સરકાર નિરંતર પ્રયત્‍નશીલ છે. આવા મૂકબધિર બાળકો માટે આણંદ જીલ્લાના સોજિત્રા ખાતે મૂકબધિરોને આધુનિક ટેકનોલોજીથી શિક્ષણ આપતું મૂકબધિર વિદ્યાલય આવેલું છે. આ બાળકો પણ વર્તમાન ટેકનોલોજી ના યુગમાં આધુનિક શિક્ષણ મેળવે અને સક્ષમ બાળકોની સાથે તાલ મેળવી શકે તે માટે રાજય સરકારે મૂકબધિર બાળકો માટે સ્‍માર્ટ શાળાના વર્ગો શરૂ કર્યા છે. આ ઇ-લર્નિંગ વર્ગો શરૂ કરવા પાછળનો મુખ્‍ય આશય વર્ગખંડમાં ઇન્‍ટરએકટીવ વાતાવરણ તૈયાર કરવું, વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ઘડતર કરવું, આત્‍મવિશ્વાસમાં વધારો કરવો, સમાજ પ્રત્‍યે પોતાની ફરજોનું જ્ઞાન ધરાવતી વ્‍યકિત તરીકેનો વિકાસ કરવો, આસ-પાસ ના બહારના જીવન વિશે માહિતગાર કરવાનો છે. આ શાળામાં ધો.૧ થી ૮ સુધીનું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે, જેમાં સંપૂર્ણ પણે માત્ર મૂક-બધિર બાળકોને જ પ્રવેશ આપવામાં આવે છે. એટલું જ નહીં પણ આ વિદ્યાલયમાં પ્રવેશ મેળવનાર બાળકને રહેવા-જમવાનું, તથા યુનિફોર્મ પણ વિના મૂલ્‍યે સરકાર તરફથી પૂરુ પાડવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply