આણંદઃ વાસદ નજીક મહી નદીના પટમાં મહાબીજ પર્વની ઉજવણી
Live TV
-
આણંદ જિલ્લાના વાસદ નજીક આવેલ મહિ નદીના પટમાં ગોપાલક રબારી સમાજના લોકોએ મહાબીજ પર્વની ઉજવણી કરી હતી.
આ પર્વ નિમીતે રાજ્યભરમાંથી રબારી સમાજ ઘરની ગાયનુ દૂધ કેનમાં ભરીને લાવે છે અને મહિસાગર નદીમાં દૂધનો અભિષેક કરે છે અને ત્યારબાદ પવિત્ર સ્નાન કરે છે. તો પ્રસાદરૂપે તેઓ ખાલી કેનમાં મહી માતાનુ પવિત્ર જળ ભરે છે અને વાસદ કાંઠે આવેલ મહિસાગર માતાના મંદિરે પૂજા-અર્ચના કરે છે.
વર્ષોથી ચાલી આવતી પૌરાણિક કથા અનુસાર લોકમાતા મહિના જ્યારે સાગર સાથે લગ્ન યોજાયા હતા ત્યારે ગોપાલક સમાજના વ્યક્તિએ ચોથા મંગળફેરા દરમિયાન સવા રૂપિયો અર્પણ કરી કન્યાદાન કર્યુ હતુ. આણંદ જિલ્લાના મહી અને સાગરના સંગમબિંદુ જેવા વહેરા ખાડી ગામ પાસે આ લગ્ન યોજાયા હતા ત્યારથી ગોપાલક સમાજ લોકમાતા મહીને કુળવર્ધીની માતા તરીકે પૂજે છે.
