ગણતંત્ર દિવસ નિમિત્તે ભૂજ નગરપાલિકા દ્વારા "ભુજ કાર્નિવલ"નું આયોજન
Live TV
-
કાર્નિવલમાં વિવિધ નૃત્ય જનજાગૃતિ ફેલાવતા નાટક સહિતના કાર્યક્રમ રજૂ થયા હતા.
સમગ્ર દેશ આજે 71મા ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ ઠેરઠેર સ્થળોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રજાસત્તાક પર્વ અનુસંધાને 7 વર્ષ બાદ ભુજ નગરપાલિકા દ્વારા હમીરસર તળાવ ખાતે ભવ્યાતિભવ્ય "ભુજ કાર્નિવલ" યોજવામાં આવ્યો હતો.
ભુજની વિવિધ શાળાઓના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા. તલવાર-રાસ, ધ્વજગીત, કચ્છી લોકગીત, રાજસ્થાની ગીત, મરાઠા લોકનૃત્ય, પરેડ, આફ્રિકન લોકનૃત્ય, સિદી ધમાલ, વગેરે પ્રસ્તુત થયા હતા.
