રાજકોટ - આત્મીય યુનિવર્સિટી ખાતે યુવા સંમેલનનું આયોજન
Live TV
-
યુવા સંમેલનમાં સ્વિમિંગ, એથ્લેટીક્સ, શૂટિંગ, ક્રિકેટ, પેરાએથ્લેટિક્સ, સાઈકલિંગ જેવી વિવિધ રમતોના રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના વિજેતાઓને સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા
71 મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી , રાજકોટ ખાતે કરવામાં આવશે. તે પૂર્વે આત્મીય યુનિવર્સિટી ખાતે યુવા સંમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ કોલેજો અને સંસ્થાના કુલ 6000 જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં યુવાનોને કારકિર્દી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે, N.C.C., રોજગાર કચેરી, યુનિવર્સિટી, હેલ્થકેર, I.T.I. અને એન્જીનીયરીંગ ની માહિતી આપવા માટે વિવિધ સ્ટોલ અને પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ઉપરાંત મુદ્રા યોજના, શિક્ષણ સહાય, જેવી વિવિધ યોજનાઓના 93 જેટલા લાભાર્થીઓને 8.31 કરોડની સહાય પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. ત્યારે નવા ભારતના નિર્માણ માટે યુવાનો "Die For Nation" નહિ પણ "Live for Nation" માટે સંકલ્પ બદ્ધ થવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, યુવા સંમેલનમાં સ્વિમિંગ, એથ્લેટીક્સ, શૂટિંગ, ક્રિકેટ, પેરાએથ્લેટિક્સ, સાઈકલિંગ જેવી વિવિધ રમતોના રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાના વિજેતાઓને સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે સેમસંગ ટેકનોલોજી દ્વારા 1 કરોડના ખર્ચે નવનિર્મિત, સેમસંગ ટેકનીકલ સ્કુલનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા, ઈ-લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું
