Skip to main content
Settings Settings for Dark

મહીસાગર જિલ્લાની સંતરામ પુર સબજેલ ખાતે ત્રિદિવસીય યોગ શિબિર યોજાયો

Live TV

X
  • મહીસાગર જિલ્લાની સંતરામપુર સબ જેલ ખાતે ત્રિદિવસીય યોગ શિબિર યોજાઈ ગયો. જિલ્લા પોલીસ, તથાતા ફાઉન્ડેશન અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આયોજિત આ શિબિરના સમાપન સમારોહમાં ડિસ્ટ્રિક્ટ જજ બી.જી.દવે અને એડિશનલ સેશન્સ જજ ડી.એલ.પટેલ, જિલ્લા પોલીસ વડા ઉષા રાડા ઉપસ્થિત રહ્યા હતા. નકારાત્મક વિચારો દૂર થાય અને નિયમિત યોગથી મન અને શરીર સ્વસ્થ બને તેવા ઉમદા હેતુ સાથે ૬૭ કેદીઓએ આ યોગશિબિરનો લાભ લીધો.

    પ્રાસંગિક ઉદબોધનમાં એડિશનલ સેશન્સ જજે આ શિબિરથી કેદીઓની જીવનપદ્ધતિમાં બદલાવ આવશે અને તેઓ બહાર નીકળીને સારી જિંદગી જીવી શકશે તેવી આશા વ્યક્ત કરી હતી. જિલ્લા પોલીસ વડાએ કેદીઓમાં યોગના માધ્યમથી નકારાત્મકતા દૂર થશે તેમ જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply