ડિસાની દિકરી કિંજલ ઠાકોરે ગુજરાત સહિત દેશનું ગૌરવ વધાર્યું
Live TV
-
ડિસા તાલુકાના કાંટ ગામની દિકરી કિંજલ ઠાકોર આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખોખોની સ્પર્ધામાં વિજેતા બની છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજેતા રમતવીર બન્યા બાદ ગામ પરત ફરતા બનાસકાંઠા જિલ્લાના આગેવાનોએ સન્માન કર્યું હતું... કિંજલે ચંદ્રક ચંદીગઢ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. ત્યારબાદ નેપાળ ખાતે યોજાયેલી સ્પર્ધામાં પણ કિંજલે વિજય મેળવ્યો હતો. ફાઈનલ મેચ ભૂટાન તથા ભારત વચ્ચે રમાઈ હતી, જેમાં ઈન્ડિયા ટીમ વિજેતા બની હતી. આંતરરાષ્ટ્રીય ખો-ખોની સ્પર્ધામાં તમામ દેશોને પછાડી ભારત વિજેતા બન્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે ગામનું નામ રોશન કરનાર કિંજલને સન્માનિત કરવામાં આવી હતી. ડિસા તાલુકાના અજાપુરા ગામમાં આવેલી જી.જી.માળી વિદ્યા સંકુલમાં અભ્યાસ કરે છે. ખો-ખોમાં સારુ પ્રદર્શન કરનાર કિંજલને ગ્રામજનોએ પ્રોત્સાહિત કરી હતી. સાથે જ કોચ મનીષભાઈ માળીએ પણ જહેમત ઉઠાવી હતી...
