Skip to main content
Settings Settings for Dark

જુનાગઢના એક પ્રગતિશીલ ખેડૂતે પથરાળી જમીનને બનાવી હરિયાળી 

Live TV

X
  • જેઠાભાઈ આજે 20 વીઘા જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી બાગાયતી ખેતી કરી રહ્યાં છે. 

    જૂનાગઢના માળીયા તાલુકાના શાંતિપરા ગામના એક ખેડૂત પ્રગતિશીલ ખેડૂત તરીકે ઉભરી આવ્યા છે. છેલ્લા 15 વર્ષથી પથરાળ જમીન વિસ્તારમાં જેઠાભાઇ જોટવા ખેતી કરી રહ્યા છે. તેમણે આ પથરાળ જમીન સુધારીને તેમાં 950 જેટલી નાળિયેરી ઉછેરી છે. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ લઈને તેઓએ સંશોધન કેન્દ્રની મુલાકાત કરી. ત્યારબાદ તજજ્ઞોનું માર્ગદર્શન લઈને પોતે બાગાયતી ખેતી તરફ વળ્યા હતા. જેઠાભાઈ આજે 20 વીઘા જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી બાગાયતી ખેતી કરી રહ્યાં છે. જેમાં નારિયેળીની સાથે સાથે કેળા, મરચાં, પપૈયાનો આંતર પાક પણ લે છે. આ ઉપરાંત નારીયેળીના રોપા તૈયારી કરીને તેમજ અન્ય ખેડૂતોને ખાતરી આપીને વેચાણ કરી આવક પણ મેળવે છે. તેઓ જણાવે છે કે, ખેડૂતોએ સમૃદ્ધ થવા સાચી દિશા તરફ વળવું પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply