આત્મનિર્ભર ભારત તરફ બોરિયાવીના ખેડૂતો, આદુ-હળદરની કરાવી પેટન્ટ
Live TV
-
ખેડૂતોએ ગુણવત્તાયુક્ત આદુ અને હળદરની પેટન્ટ કરાવવાની પ્રક્રિયા કરી શરુ - રજીસ્ટ્રેશન બાદ ખેડુતો બોરીયાવી હળદર અને બોરીયાવી આદુ નામથી કરી શકશે વેચાણ
આધુનિક ખેતી મામલે હંમેશા અગ્રેસર એવા આણંદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો હંમેશા ખેતીમાં કંઈક નવીન કરતાં રહે છે. ત્યારે આ વખતે જિલ્લાના બોરીયાવી ગામના ખેડૂતોએ હળદર અને આદુની પેટન્ટ કરાવી છે.
આ વિસ્તારમાં છેલ્લા છથી સાત દાયકાથી ખેડૂતો ખુબ જ ઉંચી ગુણવત્તાયુક્ત આદુ અને હળદરનું વાવેતર કરતા આવ્યા છે. અહીં લગભગ છસોથી સાતસો વીઘામાં આદુ અને હળદરનું વાવેતર કરવામાં આવે છે.
જો કે આ આદુ અને હળદરની વેરાયટીનું કોઈ નામ કે રજીસ્ટ્રેશન નહીં હોવાને કારણે ખેડૂતો તેનું આપમેળે જ વેચાણ કરતાં હોય છે. પરંતુ બોરિયાવીના આ ખેડૂતોએ હવે બોરીયાવી હળદર અને બોરીયાવી આદુના નામની રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ પહેલાં આણંદ યુનિવર્સિટીમાં પેપર જમા કરાવ્યા હતા અને ત્યાંથી કેરળમાં આવેલ ભારત સરકારની લેબમાં તેને મોકલવામાં આવ્યા હતા. જ્યાં આ બંને વેરાયટી અલગ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત હોવાની વાત સ્વીકારવામાં આવી હતી. તો હવે આગામી ટુંક સમયમાં બોરીયાવીના ખેડૂતો પોતાના ગામના નામથી આદુ અને હળદરનું વેચાણ કરી શકશે.
