વરસાદ પંચમહાલ માટે લઈને આવ્યો ખુશી, 14 તળાવો ભરાયાં
Live TV
-
રાજ્યમાં વરસેલો વરસાદ પંચમહાલ જીલ્લાના દક્ષીણ ભાગ માટે ખુશી લઈને આવ્યો છે. આ વરસાદથી આ વિસ્તારમાં આવેલા તળાવો છલકાયા છે જેથી આગામી ઉનાળાની સિઝન સુધી સિંચાઈના પાણીની સમસ્યાનો હલ થવા પામી છે. હાલોલ અને જાંબુધોડા તાલુકામાં ૧૪ જેટલા તળાવો હાલ સંપૂર્ણ ભરાઈ જવા પામ્યા છે.
લોકડાઉન ના સમય ગાળા દરમિયાન સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ મનરેગામાં જીલ્લામાં આવેલા સિંચાઈના તળાવો ઊંડા કરવામાં આવ્યાં હતાં. બે તાલુકામાં આ તળાવો સંપૂર્ણ ભરાઈ જવાથી ભૂગર્ભ જળ સ્તરો ઊંચા આવવા પામ્યા છે, તો માત્ર વરસાદી ખેતી કરતા ખેડૂતો માટે આ તળાવના પાણી આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે
