નર્મદા ડેમની સપાટીમાં વધારો, ઉપરવાસમાંથી પાણીની આવક વધી
Live TV
-
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે સતત પાણીની આવક વધી રહી છે ત્યારે હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.83 મીટર ઉપર પહોંચી છે. તો ઉપરવાસથી પાણીની આવક 85 હજાર , 786 ક્યુસેક થઈ છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે સતત પાણીની આવક વધી રહી છે ત્યારે હાલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.83 મીટર ઉપર પહોંચી છે. તો ઉપરવાસથી પાણીની આવક 85 હજાર , 786 ક્યુસેક થઈ છે. તેની સાથે 1200 મેગાવોટના રીવરબેટ પાવર હાઉસના અન્ય પાંચ યુનિટો શરૂ કરાયા છે. તો વીજ મથકો ચાલુ થતાં નદીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા બંને કાંઠે વહી રહી છે.
દરમિયાન મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમનું જળસ્તર ચિંતાજનક રીતે વધતાં હવે ભયજનક સપાટી માત્ર એક ફૂટ જેટલી ખાલી છે. ત્યારે પાણીનું જળસ્તર જળવાઈ રહે તે માટે ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે. તો ડેમના ચાર પાવર હાઉસ કાર્યરત રાખીને આ પાણી છોડવામાં આવી રહી છે. સાથે સાથે 240 મેગાવોટનું વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે. તો બીજી તરફ દરમિયાન કરજણ ડેમની જળ સપાટી , 110.88 મીટરે પહોંચી છે. હાલ કરજણ નદીમાં , 5 હજાર 714 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના બે દરવાજા ખોલાયા છે. હાઇડ્રો પાવરના , બે યુનિટ ચાલું કરી વિજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
