જામનગરઃ લાખોટા નેચર કલબ દ્વારા માદા બતક અને 13 બચ્ચાનું રેસ્કયૂ
Live TV
-
જામનગર ના ગુલાબનગર વિસ્તારમાં લોકોના ટોળા અને શેરી કૂતરા - બિલડાથી ત્રસ્ત થઈ ફસાયેલ 13 બચ્ચા સાથે એક માદા બતક (Comb Duck) નિઃસહાય અવસ્થામાં છે. તેવી જાણકારી જામનગરની પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા લાખોટા નેચર કલબના સભ્ય આનંદ પ્રજાપતિને મળી હતી.
જામનગર ના ગુલાબનગર વિસ્તારમાં લોકોના ટોળા અને શેરી કૂતરા - બિલડાથી ત્રસ્ત થઈ ફસાયેલ 13 બચ્ચા સાથે એક માદા બતક (Comb Duck) નિઃસહાય અવસ્થામાં છે. તેવી જાણકારી જામનગરની પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા લાખોટા નેચર કલબના સભ્ય આનંદ પ્રજાપતિને મળી હતી. આ માહિતી મળતા લાખોટા નેચરલ ક્લબના સભ્ય મિલન કંટારિયા અને તેના પક્ષિપ્રેમી મિત્ર યુવરાજસિંહ સોઢા ગુલાબનગર વિસ્તારમાં દોડી ગયા હતાં. અને લોકોના ટોળાને દૂર કરી નિઃસહાય બતક અને તેના ૧૩ બચ્ચાને બચાવવા કામગીરી હાથ ધરી હતી. તેઓએ ૧ કલાક ની જેહમત બાદ માદા બતક અને તેના તમામ 13 બચ્ચા ઓનુ રેસ્ક્યું કરીને આ પક્ષીને પ્રકૃતિના ખોળામાં જામનગરના લાખોટા તળાવ અંદર સલામત સ્થળે મુક્ત કર્યા હતા.
