આવતીકાલથી શ્રાવણ માસની શરુઆત, દ્વારકાના નાગેશ્વર મંદિરે દર્શનનો સમય મર્યાદિત
Live TV
-
ભગવાન શિવના દર્શનાર્થીઓએ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે
આવતીકાલ મંગળવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવાનો છે. આ મહિનામાં ભક્તો ભગવાન શિવની આરાધનાના મગ્ન રહેતાં હોય છે. જો કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે ૧૨ જ્યોતિર્લિંગોમાના એક જ્યોતિર્લિંગ એવાં નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના સમય તથા નિયમો માં ફેરફાર કરવામાં આવ્યાં છે. દ્વારકાથી આશરે ૧૮ કિલોમીટર દૂર આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગનાં મંદિરમાં દર શ્રાવણ માસ માં ભક્તો નો જમાવડો થાય છે. દર સોમવારે ભક્તો નાગેશ્વર મંદિર પહોંચીને સવારે પાંચ વાગે થતી મંગલા આરતીનો લાભ લેતા હોય છે. પરંતુ આં વખતે કોરોનાના કારણે નાગેશ્વર મંદિરમાં આરતી સમયે ભક્તોને પ્રવેશ ના આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ભક્તો માટે દર્શનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ભગવાન શિવના દર્શનાર્થીઓએ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક જેવા નિયમોનું પાલન કરવાનું રહેશે અને ગર્ભ ગૃહમાં પૂજા કરવા ઇચ્છુક ભક્તે ઘરે થી જ ધોતી અને વસ્ત્રો લઈને આવવાનું રહેશે....
