ડભોઈનું કુબેરભંડારી મહાદેવ મંદિર 31 જુલાઈ સુધી બંધ
Live TV
-
કુબેર ભંડારીના દર્શન online કરવા માટેની લીંક પણ જાહેર કરવામાં આવી
વડોદરા જીલ્લાના ડભોઈ તાલુકામાં નર્મદા નદીના કિનારે આવેલ કુબેરભંડારી મહાદેવનું મંદિર આજથી ૩૧મી જુલાઈ સુધી દર્શન માટે બંધ કરવામાં આવ્યું છે. વધતા જતા કોરોનાના સંક્રમણને કારણે સોમવતી અમાસ એટલે કે આજથી તારીખ ૩૧મી જુલાઈ સુધી મંદિર દર્શન માટે સંપૂર્ણ બંધ રહેશે. આમ હાલ કુલ દસ દિવસ માટે મંદિર બંધ કરાયું છે. ભાવિક ભક્તોને મંદિરના મહંત દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે અને સરકારની ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન કરવા અપીલ કરવામાં આવી છે અને કુબેર ભંડારીના દર્શન online કરવા માટેની લીંક પણ જાહેર કરવામાં આવી છે.
