ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ
Live TV
-
વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે પણ 12 કરોડ 31 લાખ ઉપરાંતની સહાય પુરી પાડવામાં આવી
મહેસાણા જિલ્લાનું ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાન ધાર્મિક જ નહીં પરંતુ વ્યક્તિગત અને સામાજિક સેવા કાર્યો માટે પણ મહત્વનું સ્થાન બન્યું છે... સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કન્યાઓ માટે 1 લાખ પાનેતરનું દાન કરવામાં આવ્યું છે., આ ઉપરાંત સમાજમાં શિક્ષણના ઉત્કર્ષ માટે 20 કરોડ 54 લાખ જેટલી રકમ વગર વ્યાજે વિદ્યાર્થીઓને લોને પેટે આપવામાં આવી છે... વિધવા બહેનોને આત્મનિર્ભર બનાવવા માટે પણ 12 કરોડ 31 લાખ ઉપરાંતની સહાય પુરી પાડવામાં આવી છે.. આમ આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં કુલ 47.77 કરોડ સુધીની આર્થિક સહાય, સામાજિક સેવા અને સામાજિક વિકાસ માટે દાન પેટે આપવામાં આવી છે.. ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા ધાર્મિક સાથે સામાજિક પ્રવૃતિઓના આ કાર્યોને જોતા સાચા અર્થમાં અહીં સેવાનો સાગર ઉછળતો હોય તમે લાગી રહ્યું છે...
