કોરોનાને પગલે સોમનાથ મંદિરે શ્રાવણ માસના સાંસ્કૃતિક,ધાર્મિક કાર્યક્રમો રદ્દ
Live TV
-
શ્રાવણ માસમાં ભગવાન સોમનાથ મહાદેવના દર્શન સહિત મહામૃત્યુજંય જાપ, ધ્વજારોહણ, શ્રૃંગાર દર્શન, પૂજા સહિતની વિધિ ટ્રસ્ટની વેબસાઈટ પર ઓનલાઈન જોઈ શકાશે
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં ભગવાન સોમનાથ મહાદેવના સાનીધ્યમાં આગામી શ્રાવણ ઉત્સવ કોરોના મહામારીને પગલે મર્યાદીત રીતે ઉજવાશે.. શ્રાવણ માસ દરમિયાન સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરાયા છે. જ્યારે સોમનાથ મંદિર સહિતના ટ્રસ્ટની હેઠળ આવતા તમામ મંદિરોના દર્શનના સમયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.. મહત્વપૂર્ણ છે કે, આગામી 21 જૂલાઈથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસમાં ભગવાન સોમનાથ મહાદેવના દર્શન સહિત મહામૃત્યુજંય જાપ, ધ્વજારોહણ, શ્રૃંગાર દર્શન, પૂજા સહિતની વિધિ ટ્રસ્ટની વેબસાઈટ પર ઓનલાઈન જોઈ શકાશે.. આ ઉપરાંત બહારથી આવતા ભક્તો દર્શનથી વંચિત ન રહી જાય તેના માટે ટ્રસ્ટની વેબસાઈટ પર પ્રી-રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે અને જેના આધારે મળેલા દર્શનના સ્લોટમાં દર્શનનો લ્હાવો લેવા અનુરોધ કરાયો છે.. આ દરમિયાન માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ અન્ય સરકારની માર્ગદર્શિકાનું ખાસ પાલન કરવાનો પણ અનુરોધ કરાયો છે.
