મહેસાણા : દશામાંના વ્રતનું પર્વ નજીક, મૂર્તિના ભાવ જોઈ ગ્રાહકો અસમંજસમાં મૂકાયા
Live TV
-
મહેસાણા જિલ્લામાં ધર્મ અને તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક થતી હોય છે ....જેમાં અહીં દેવી દેવતાઓના વ્રત પણ ખૂબ શ્રદ્ધા પૂર્વક કરવામાં આવતા હોય છે ત્યારે હાલમાં દશામાં ના વ્રત નો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યાં બજારોમાં માતાજીની મૂર્તિઓ ને લઈ ભારે અસમંજસ જોવા મળી રહી છે કદાચ વર્ષોના ઇતિહાસમાં માતાજીની મૂર્તિના ભાવ નહિ હોય તેવા મોંઘા થયા છે જેમાં 300 રૂપિયાની મૂર્તિ 1200 માં વેચાઈ રહી છે તો વેપારીઓ પણ સીઝનમાં 700 થી 1500 મૂર્તિઓનું વેચાણ કરતા હતા તેઓ આજે માત્ર 25 થી 50 મૂર્તિ લઈ વેપાર માટે બજારમાં બેઠા છે તો મૂર્તિઓની ખરીદી માટે આવતા ગ્રાહકો ગત વર્ષનો પડી રહેલો મૂર્તિઓનો સામાન જોઈ નાખુશ થઈ રહ્યા છે... જેમાં ચાલુ વર્ષે આવેલા દશામાના વ્રતની વાસ્તવિક સ્થિતિ જોતા કોરોના કહેર વચ્ચે પરપ્રાંતીય મજૂરો ન હોવા થી મૂર્તિઓનું ઉત્પાદન નથી થયું તો ગત સિઝનનો મૂર્તિઓનો સામાન ગ્રાહકોની ના પસંદ છતાં રેગ્યુલર ભાવ થી ચાર ગણો વધુ મોંઘો પડી રહ્યો છે ....
