ઉત્તરાયણમાં પંતની દોરીથી ઘવાયેલા પક્ષીઓ માટે કરુણા એમ્બ્યુલન્સ વાનની અદભૂત કામગીરી
Live TV
-
ગુજરાત સરકાર દ્વારા પશુ-પક્ષીઓ માટે 1950થી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વાનની શરૂઆત કરવામાં આવી
ઉત્તરાયણમાં અબોલ જીવની રક્ષા માટે દર વર્ષે, જીવદયા પ્રેમીઓ દ્વારા ખાસ અભિયાન હાથ ધરાય છે. આવુ જ કઈક અભિયાન ખેડાના નડિયાદમાં હાથ ધરાયું. શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ઘાયલ બતક અંગે જાણ કરાતાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ વાન સાથે , તબીબની ટીમ પહોંચી ગઈ હતી. અને તાત્કાલિક ઘવાયેલા બતકને પ્રાથમિક સારવાર આપી પચીસથી વધુ ટાંકા લઈ દવા તથા ઈન્જેક્શન આપી બચાવી લેવાયું હતું. ગુજરાત સરકાર દ્વારા પશુ-પક્ષીઓ માટે 1950થી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ વાનની શરૂઆત કરવામાં આવી છે. આ વાનમાં પ્રાથમિક સારવારની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તો ઉત્તરાયણ દરમિયાન હેલ્પલાઈન નંબર પણ બહાર પાડવામાં આવે છે
