Skip to main content
Settings Settings for Dark

ખાનગી શાળાઓ છોડીને આ સરકારી શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે વિદ્યાર્થીઓ...

Live TV

X
  • ગીરસોમનાથ જિલ્લાના રમળેચી ગામની સરકારી પ્રાથમિક શાળા હાલ વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. શાળાનું શિક્ષણ અને સુવિધાઓ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષી રહી છે.

    ગીરસોમનાથ જિલ્લાના રમળેચી ગામની સરકારી પ્રાથમિક શાળા હાલ વિદ્યાર્થીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. શાળાનું શિક્ષણ અને સુવિધાઓ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આકર્ષી રહી છે. તેથી જ તલાલાની ખાનગી શાળામાં 1 થી 8 ધોરણમાં અભ્યાસ કરતા 203 જેટલાં વિદ્યાર્થીઓએ પોતાની શાળા છોડીને આ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી શાળાને પણ ટક્કર મારે તેવી આ સરકારી શાળામાં સીસીટીવી કેમેરા, સાઉન્ડ સિસ્ટમ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ઉપરાંત શાળામાં પીવાના શુદ્ધ પાણી માટે આર.ઓ. પ્લાન્ટ, વોટર કુલર તેમજ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવામાં આવે છે. હાલ આ શાળામાં 425 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply